એરટેલ પેમેન્ટ્સ બેન્કે આજે જાહેરાત કરી હતી કે તે ભારતી એક્સા જનરલ ઈન્સ્યોરન્સના સહયોગમાં વ્યાપક કાર વીમો ઓફર કરશે.
સ્માર્ટ ડ્રાઈવ ખાનગી કાર ઈન્સ્યોરન્સ અકસ્માત, ચોરી અને કુદરતી તેમજ માનવ સર્જિત આપત્તિ સમયે વાહનના નુકસાન સામે નાણાકીય સંરક્ષણ પૂરું પાડે છે. તે કાર અકસ્માતને કારણે અન્ય વ્યક્તિ અથવા મિલકતને થયેલાં નુકસાન અથવા ઈજા માટે વળતર પણ આપે છે.
પૉલિસીધારક માટે વીમો એક વ્યક્તિગના અકસ્માત કવર સાથે આવે છે. અકસ્માતના સંજોગોમાં કાયમી વિકલાંગતા આવે અથવા મોત થાય તો આ વીમો પરિવારને નાણાકીય સંરક્ષણ પૂરું પાડે છે.
એરટેલ પેમેન્ટ્સ બેન્કના ગ્રાહકો એરટેલ થેન્ક્સ એપ મારફથ કોઈપણ પેપર વિના સલામત અને ઝડપી પ્રક્રિયાનો ઉપયોગ કરીને પાંચ મિનિટમાં સરળતાથી આ પોલિસી ખરીદી શકે છે. કોઈપણ પ્રી-ઈન્સ્પેક્શનનની જરૂર નથી. ગ્રાહકે માત્ર વાહનની વિગતો આપવાની રહેશે અને વીમો તાત્કાલિક તેમના રજીસ્ટર્ડ ઈ-મેલ આઈડી અને મોબાઈલ નંબર પર ઈશ્યુ થશે.
રીન્યુઅલના સમયે ગ્રાહકો એડઓન કવર્સની વ્યાપક રેન્જમાંથી પસંદગી કરી શકે છે. તેમાં ડેપ્રીસિએશન કવર, નાનું કન્ઝ્યુમેબલ આઈટમ્સ, કારની ચાવી ખાવાઈ જવી અથવા બદલવી, કાર બ્રેકડાઉનના સંજોગોમાં રોડસાઈડ સહાય, એન્જિન અથવા ગીયરબોક્સને નુકસાન, પોલિસીધારક ઈજાગ્રસ્ત થાય તો તબીબી ખર્ચ, હોસ્પિટલ સુધી પહોંચવા એમ્બ્યુલન્સ ખર્ચ અને અન્ય અનેક બાબતોનો સમાવેશ થાય છે.
એરટેલ પેમેન્ટ્સ બેન્કના ચીફ ઓપરેટિંગ ઓફિસર શ્રી ગણેશ અનંતનારાયણનને જણાવ્યું હતું કે, ‘અમે અમારા ગ્રાહકોની વિવિધ વિમા જરૂરિયાતો પૂરી કરવા માટે ખૂબ જ સારી રીતે ડિઝાઈન કરાયેલા ઉત્પાદનોનો બૂકે ઓફર કરીશું. દેશમાં મોટર વીમો ફરજિયાત છે અને લાખો કાર વપરાશકારો માટેની તે એક મહત્વની જરૂરિયાત છે. ભારતી એક્સા જનરલ ઈન્સ્યોરન્સ સાથે ભાગીદાર બનીને આ વ્યાપક કાર વીમો ઓફર કરતાં અમને ખૂબ જ આનંદ થાય છે.’
ભારતી એક્સા જનરલ ઈન્સ્યોરન્સના ચીફ એક્ઝિક્યુટીવ ઓફિસર અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી સંજીવ શ્રીનિવાસને જણાવ્યું હતું કે, ‘અમે હંમેશા અમારા વીમા સોલ્યુશનની પહોંચ વધારવામાં અમને મદદરૂપ થાય તેવી ઈકો-સિસ્ટમ ઊભી કરવા નજર દોડાવીએ છીએ. એરટેલ પેમેન્ટ્સ સાથે અમારી ભાગીદારીના ભાગરૂપે અને ગ્રાહકલક્ષી મજબૂત જોડાણ સાથે અમે ગ્રાહકોને ખરીદીથી લઈને દાવાની પ્રક્રિયા સુધી અવિરત સેવા મારફત નવીન મોટર ઈન્સ્યોરન્સ ઉતત્પાદન ઓફર કરીએ છીએ. આ વ્યૂહાત્મક જોડાણ અમને બેન્કના વધતા ગ્રાહક બેઝ સુધી પહોંચવામાં અને તેને ક્યોર કરવામાં મદદરૂપ થશે.’
એરટેલ પેમેન્ટ્સ બેન્ક લિ.
ભારતની સૌપ્રથમ પેમેન્ટ્સ બેન્ક એરટેલ પેમેન્ટ્સ બેન્ક જાન્યુઆરી 2017માં લોન્ચ થઈ હતી. હવે સમગ્ર દેશમાં તેનો ગ્રાહક બેઝ 40 મિલિયનથી વધુ અને 500 કે બેન્કિંગ પોઈન્ટ્સથી વધુ થયો છે. વધારામાં ભારતના 29 શહેરોમાં હાજરી ધરાવવાની સાથે એરટેલ પેમેન્ટ્સ બેન્ક પણ પ્રત્યેક ભારતીયને તેના ઘર આંગણે ખાસ કરીને બેન્કિંગ સુવિધા નહીં ધરાવતા ગ્રામીણ વિસ્તારોમાં ડિજિટલ બેન્કિંગ સેવા પૂરી પાડવા અને સરકારના ડિજિટલ ઈન્ડિયા અને નાણાકીય સમાવેશના વિઝનમાં યોગદાન આપે છે.
ભારતી એક્સા જનરલ ઈન્સ્યોરન્સ કંપની લિમિટેડ
ભારતી એક્સા જનરલ ઈન્સ્યોરન્સ ભારતમાં ટેલિકોમ, કૃષિ બિઝનેસ અને રીટેલમાં હિતો ધરાવતા અગ્રણી બિઝનેસ જૂથમાંના એક ભારતી તેમજ નાણાકીય સંરક્ષણ અને વેલ્થ મેનેજમેન્ટમાં હિતો ધરાવતી વિશ્વની અગ્રણી સંસ્થાઓમાંની એક એક્સા સાથેનું સંયુક્ત સાહસ છે. આ સંયુક્ત સાહસમાં ભારતીનો હિસ્સો 51 ટકા અને એક્સાનો 49 ટકા હિસ્સો છે. કંપની તેની 167 શાખાઓ મારફથ સમગ્ર ભારતમાં હાજરી ધરાવે છે અને મોટર અને ટુ-વ્હિલર, હેલ્થ અને ગંભીર બીમારીઓ, પ્રોપર્ટી અને વિદ્યાર્થીઓ, વ્યક્તિ અને પરિવારના પ્રવાસ માટે વીમા સહાય પૂરી પાડે છે.