બાળકોનું ગીત બેબી શાર્ક સોમવારે સૌથી વધુ જોવાયેલ યુટ્યુબ વિડિઓ બન્યું. યુટ્યુબ પર આ વિડીયો અત્યાર સુધીમાં ૭ અબજથી વધુ વાર જોવાઈ ચૂક્યો છે. આ ગીત સમગ્ર વિશ્વમાં માતાપિતા અને શિક્ષકો માટે પ્રિય બન્યું છે. દક્ષિણ કોરિયા દ્વારા ઉત્પાદિત આ ગીત બાળકો માટે છે. આ ગીત વિશ્વભરમાં એક વાયરલ સેંસેશન બની ગયું છે. લોકો તેના સંગીત અને રંગબેરંગી વિડીયોને ખૂબ પસંદ કરે છે. સોંમવારે બેબી શાર્ક ડાન્સ ગીતનું અંગ્રેજી વર્ઝન, યુટ્યુબ પર સાત અબજથી વધુ વખત જોવામાં આવ્યું છે.
અગાઉ, લુઇસ ફોંસી અને ડેડી યાંકીનું “ડેસ્પેસિટો” ગીત સૌથી વધુ જોવાયેલ યુટ્યુબ વિડીયો હતો, પરંતુ બાળકોના આ સોંગે તેને ટક્કર આપી પછાડ્યું છે. બેબી શાર્ક ડાન્સ ગીત જૂન ૨૦૧૬ માં યુટ્યુબ પર અપલોડ થયું હતું. સિઓલ સ્થિત પ્રોડક્શન કંપની પિંકફ્રોંગ દ્વારા અમેરિકન કેમ્પફાયર ગીતનું રીમિક્સ વર્ઝન છે. ગીત એટલું પસંદ આવ્યું હતું કે આ ગીત જાન્યુઆરી ૨૦૧૯માં બિલબોર્ડ હૉટ ૧૦૦ પર ૩૨ મા સ્થાને પહોંચ્યું હતું. કોરોનાવાયરસ વચ્ચે બાળકોને સ્વચ્છતાનું મહત્વ શીખવવા માટે પણ આ ગીતનો ઉપયોગ કરવામાં આવે છે. આ ગીતનું ‘વોશ યોર હેન્ડ’ વર્ઝન પણ બનાવવામાં આવ્યું હતું.