અમદાવાદ સ્થિત પ્રથમ યુથ કોમ્યુનિટી (પીવાયસી) પ્રથમ નોટબૂકનું એકમ છે, જેણે 1,000થી વધુ વિદ્યાર્થીઓના ફૂટફોલ સાથે સફળતાપૂર્વક ડિજિટલ પ્લેટફોર્મ લોન્ચ કર્યું છે. તે એસએસઆઈપી (સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઈનોવેશન પોલિસી), ગુજરાત હેઠળ શરૂ થયું છે. પ્રથમ નોટબૂક અને પ્રથમ યુથ કોમ્યુનિટીના 22 વર્ષીય સ્થાપક શ્રી નીલ પંચાલે વ્યક્તિગત જીવનના અનુભવો સાથે વિદ્યાર્થીઓને પ્રેરિત કર્યા છે અને તેમને સલાહ આપી છે કે તેઓ હંમેશા એવા જ હોય છે, જેવું તેમની આજુબાજુનું વાતાવરણ હોય છે. તેમણે પીવાયસીમાં જોડાવાના લાભ અંગે પણ વિદ્યાર્થીઓને માહિતી આપી હતી. આ કાર્યક્રમનું આયોજન પીવાયસીના ચીફ માર્કેટિંગ ઓફિસર શ્રી કલશ શાહે કર્યું હતું. એકંદરે લોન્ચ ઈવેન્ટ સહભાગીઓ માટે તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે તેમની કુશળતા વધારવા વ્યાપક જ્ઞાન, શિક્ષણ, હાસ્ય અને નવી તકોથી ભરેલી રહી હતી.
પ્રથમ યુથ કોમ્યુનિટીનો આશય ઉદ્યોગ નિષ્ણાતો દ્વારા તાલિમ અને સેમિનાર્સ સ્વરૂપે વ્યવહારૂ જ્ઞાન આપવાનો છે. પીવાયસીનો સૌથી વધુ મહત્વનો આશય વિદ્યાર્થીઓની કુશળતા અને ઉદ્યોગની અપેક્ષાઓ વચ્ચેનું અંતર ઘટાડવાનો છે. આ કોમ્યુનિટીના ભાગ બનનારા વિદ્યાર્થીઓ કોર્પોરેટ સેક્ટર્સ સહિત પ્રત્યેક ક્ષેત્રમાં ઈન્ટર્નશિપ અને પ્રોજેક્ટ તકોનો લાભ મળશે. આ એક એવું પ્લેટફોર્મ હશે, જેમાં યુવાનો સમગ્ર દેશમાંથી સમાન વિચારો ધરાવતા વિદ્યાર્થીઓ સાથે સંપર્ક કરી શકશે. વિદ્યાર્થીઓ કાઉન્સેલર્સ અને મેન્ટર્સની સુવિધા મેળવી શકશે, જેઓ તેમને તેમના રસના આધારે તેમની શંકાઓનો ઉકેલ લાવવામાં તેમને મદદરૂપ થઈ શકે છે. આ એક એવા પ્રકારનું પ્લેટફોર્મ છે, જેમાં વિદ્યાર્થીઓ કમાણી કરી શકશે, શીખી શકશે અને આગળ વધી શકશે.
માનસિક સ્વાસ્થ્ય અને સંબંધિત મુદ્દાઓ અંગે ખુલ્લા મનથી વાત કરવાના મુદ્દાને હિંમતપૂર્વક સંબોધવા માટે વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિને આ પ્લેટફોર્મ લોન્ચ કરવામાં આવ્યું હતું. આ પ્લેટફોર્મ પર ભાગ લેનારા મોટાભાગે વિદ્યાર્થીઓ હશે અને તેમની ક્ષમતાઓ અને ભવિષ્ય અંગે તેમનો આત્મવિશ્વાસ વધે તે માટે પ્રેરક સત્રો (મોટીવેશનલ સેશન) માટે સમાજના વિવિધ વર્ગોમાંથી અગ્રણી વક્તાઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું. લોન્ચિંગ સેશનને ગુજરાત સરકારના ઉચ્ચ શિક્ષણ વિભાગના ડિરેક્ટર અને આઈએએસ અધિકારી શ્રી એમ. નાગરાજને સંબોધન કર્યું હતું. તેમણે ભાગ લેનારાઓને પોતાનામાં રોકાણ કરવાના અને સંશાધનો તેમજ તેઓ જે વિશેષાધિકાર ધરાવે છે તેના ઉપયોગના મહત્વ અંગે સંદેશ આપ્યો હતો. આ સત્રમાં આઈહબના શ્રી હિરણ્મય મહંતાએ પણ સંબોધન કર્યું હતું. તેમણે ઉદ્યોગસાહસિક્તામાં ઉત્સાહ, ક્ષમતા અને પરિશ્રમના વલણ અંગે પ્રેરક માહિતી આપી હતી.
આ સત્રમાં હન્ગ્રિટો અને નેટસેવીસના સ્થાપક શ્રી સાહિલ શાહ અને મેડકાર્ટના ડિરેક્ટર શ્રી પરાશ્રન ચારી સહિતના ઉદ્યોગના નિષ્ણાતોએ અનુક્રમે બ્રાન્ડની વિશ્વસનિયતા અને કેમ્પસમાં ડાયનેમિક વિદ્યાર્થી પર રોમાંચક માહિતી પૂરી પાડી હતી.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ – પેટ્રોકેમિકલ્સમાં એચઆરના વાઈસ પ્રેસિડેન્ટ ડૉ. હરેશ ચતુર્વેદી પણ લોન્ચ ઈવેન્ટમાં ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પોતાના જીવનના અનુભવો પરથી પરિસ્થિતિઓને સાનુકૂળ થવાની ક્ષમતા પર ધ્યાન કેન્દ્રિત કરવાની સાથે ભવિષ્ય માટે તૈયાર થવા પર ફોકસ કરવા અને સમયના અસરકારક ઉપયોગ કરવા અંગે સલાહ આપતા સત્રને અદ્ભૂત સંબોધન કર્યું હતું. જાણીતા કોમેડિયન અને કોમેડી ફેક્ટરના સ્થાપક શ્રી મનન દેસાઈએ શ્રોતાઓ સાથે તેમની સફળતાના પ્રવાસની માહિતી આપતાં આ સત્ર હાસ્ય, મનોરંજન અને શિક્ષણથી ભરપૂર બન્યું હતું. માનસિક સ્વાસ્થ્ય અંગે મનને તેમના અનુભવો વર્ણવ્યા હતા અને કાર્યક્રમમાં ભાગલેનારાઓને ખાતરી આપી હતી કે જ્યારે પણ જરૂર પડે ત્યારે થેરપીનો વિકલ્પ અપનાવવો એકદમ સામાન્ય બાબત છે અને તેની સૌથી વધુ ભલામણ કરવી જોઈએ. એલિક્સર ફાઉન્ડેશનના પ્રમુખ અને ઈન્વિન્સિબલ એનજીઓના સ્થાપક શ્રી મધિશ પરિખ તેમજ શ્રી મીત જાટકિયાએ પણ સત્રને સંબોધન કર્યું હતું અને પોતાની સમક્ષ ઉપલબ્ધ તકો ઝડપીને જીવનમાં સકારાત્મક વલણ અપનાવવાનું સૂચન કર્યું હતું.