ગ્રાહકોની સુરક્ષા ચિંતાઓનો ઉકેલ લાવતા અને કોવિડ-19 સામે પોષણક્ષમ અને સલામત ઉકેલ ઓફર કરતા ભારતની અગ્રણી ટેક્સ્ટાઇલ ઉત્પાદક કંપની RSWM લિમટેડે એન્ટી-વાયરલ ફેબ્રિક રેન્જ ‘વિરોસિક્યોર’ લોન્ચ કરવાની સાથે અદ્યંતન શોધની જાહેરાત કરી છે. આ નવી રેન્જ HeiQ* સાથે વ્યૂહાત્મક ટેકનોલોજી ભાગીદારી કરીને લોન્ચ કરવામાં આવી છે જે તેની એન્ટીવાયરલ વિરોબ્લોક** ટેકનોલોજી પ્રદાન કરે છે જેથી ફેબ્રિક પર રક્ષણાત્મક આવરણની રચના કરી શકાય અને ફક્ત 30 મિનીટમાંજ SARS-CoV-2 સામે 99.99ટકા રક્ષણ પૂરું પાડી શકાય. વિરોસિક્યોર સાથે, RSWM નાણાંકીય વર્ષ 2020-21માં કુલ વેચાણમાંથી 20 ટકા આવક રળવાનો અંદાજ સેવી રહી છે.
આ લોન્ચ કરતી વેળાએ સંબોધન કરતા મયુર સ્યુટીંગ અને LNJ ડેનિમના સીઇઓ અને બિઝનેસ વડા શ્રી સુકેતુ શાહે જણાવ્યું હતું કે, “હાલમાં વિશ્વ જ્યારે કોવિડ-19ની અસર હેઠળથી પસાર થઇ રહ્યું છે ત્યારે એક કંપની તરીકે ગ્રાહકો પરત્વે અમારી એક જવાબદારી બને છે અને અમે આ નવા નોર્મલ અપનાવવા માટેના સ્ત્રોતો સાથે તેમને સજ્જ કરવા માટે પ્રતિબદ્ધ છીએ. પાંચ દાયકાના વારસા સાથે, RSWM સ્યુટીંગ તેમજ ડેનિમ સેગમેન્ટમાં નવીન ઉકેલો રજૂ કરતી આવી છે અને અમારા સમજદાર ગ્રાહકોની ફેબ્રિકની માગને સંતોષી રહી છે. આ દિશામાં અમે વિરોસિક્યોર રેન્જને લોન્ચ કરતા આનંદ અનુભવીએ છે જે ચેપી એજન્ટના ફેલાવા અને સંક્રમણ સામે એન્ટી-કોવિડ રક્ષણ પૂરું પાડે છે. અમારા ભાગીદાર HeiQ સાથે, અમે અમારી લાઇફસ્ટાઇલમાં અતરાયમુક્ત સાતત્યતા જાળવી રાખવા માટે ગ્રાહકો માટે વિશ્વસનીય પસંદગી બની રહેવાનો અને તે રીતે સલામત અને ફ્યુચર-રેડી પર્યાવરણ પૂરું પાડવાનો ઉદ્દેશ ધરાવીએ છીએ. એન્ટી-વાયરલ ફેબ્રિક ટેકનોલોજી માટે માગમાં ભારે ઊછાળો આવ્યો છે અને ચાલુ નાણાંકીય વર્ષે કુલ વેચાણમાંથી 20ટકા વેચાણ વિરોસિક્યોર ફેબ્રિકમાંથી મેળવવાની આશા રાખીએ છીએ.”
HeiQ વિરોબ્લોક* ટેકનોલોજી વિશ્વની અનેક ટેકનોલોજીઓમાંની સૌપ્રથમ ટેકનોલોજી છે જેણે લેબોરેટરીમાં SARS-CoV-2ની અસર સામે પોતાની અસરકારકતા સાબિત કરી છે. મેલબોર્ન, ઓસ્ટ્રેલિયા (ડોહર્ટી ઇન્સ્ટિટ્યુટ)માં ચેપ અને રોગપ્રતિકારક શક્તિ માટે પીટર ડોહર્ટી ઇન્સ્ટિટ્યુટ સાથે મળીને આ સ્વીસ ટેક્સ્ટાઇલ ઇનોવેટર દ્વારા હાથ ધરવામાં આવેલા પરીક્ષણોમાં એ બાબત પર ભાર મુકવામાં આવ્યો હતો કે જે ફેબ્રિક પર પ્રક્રિયા કરવામાં આવી હતી તેણે SARS-CoV-2 વાયરસ સામે ઝડપી એન્ટીવાયરલ એકશન દર્શાવ્યા હતા. HeiQ વિરોબ્લોક NPJ03 સાથેના ફેબ્રિક સેમ્પલ સંપર્કમાં આવ્યા બાદ ફક્ત 30 મિનીટમાં જ વાયરસનો નાશ કરે છે. તે SARS-CoV-2 વાયરસમાં 99.9ટકા સુધીનો ઘટાડો કરે છે. વિરોબ્લોકની સારવારવાળા ટેક્સ્ટાઇલ્સ હાયપોએલર્જીક, સેલ્ફ-સેનીટાઇઝીંગ અને જર્મ-રેઝિસ્ટન્ટ છે. ફેબ્રિક મયુર સ્યુટીંગ દ્વારા HeiQ વિરોબ્લોક ટેકનોલોજી વડે બનાવવામાં આવ્યા છે અને HeiQની સ્વીત્ઝરલેન્ડની લેબોરેટરી દ્વારા તેનું સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું છે.
RSWM સાથેની ભાગીદારી પર સંબોધન કરતા, HeiQ ગ્રુપના સીઇઓ કાર્લો સેન્ટોઝેએ જણાવ્યું હતું કે, “અમારો હેતુ લોકો અને સમુદાયોની જિંદગીમાં રોજબરોજીની પ્રોડક્ટસને યોગ્ય બનાવીને સુધારો લાવવાનો છે. HeiQની વિરોબ્લોક એ એક અનન્ય શોધ છે જે એડવાન્સ્ડ સિલ્વર અને વેસિકલ ટેકનોલોજીનું ખાસ મિશ્રણ પૂરું પાડે છે. તે માનવ કોરોના વાયરસ 229E અને SARS-CoV-2 સામે અસરકારક છે અને લેબના પરીક્ષણોએ સાબિત કર્યું છે કે તે 30 મિનીટમાં જ 99.99ટકા વાયરસને ખતમ કરે છે. સેન્ડાઇ વાયરસ સામે હાથ ધરવામાં આવેલા પરીક્ષણો બે મિનીટમાં વાયરસમાં 99.2ટકાનો ઘટાડો અને પાંચ મિનીટમાં 99.7ટકાનો ઘટાડો કરે છે **. અગ્રણી સ્વદેશી કંપની તરીકે અમે ભારતના કરોડો ગ્રાહકો સુધી અમારી ટેકનોલોજી પૂરી પાડવા અને વિશ્વમાં મોટા સમુદાયને લાભ પૂરો પાડવા માટે RSWM સાથે ભાગીદારી કરતા ખુશ છીએ.”
‘વિરોસિક્યોર એ પ્રિમીયમ સેગમેન્ટ બ્રાન્ડ છે જેનું સ્યુટીંગ અને શર્ટીંગ માટે RSWMની આગવી બ્રાન્ડ મયુર હેઠળ વેચાણ કરવામાં આવશે. સ્યુટીંગ અને શર્ટીંગની જરૂરિયાતો ઉપરાંત મયુર આગવા વર્કર્સ, શાળાઓ, બાળકો અને સંરક્ષણ અને પોલીસ કર્મચારીઓ માટેના યુનિફોર્મ બનાવવા માટે વિરોસિક્યોર ફેબ્રિકને અગ્રિમતા આપશે અને ઓફર કરશે.
વિરોસિક્યોર દેશમાં 20 જુલાઇથી મલ્ટી બ્રાન્ડ આઉટલેટ્સમાં ઉપલબ્ધ રહેશે અને તેની કિંમત પોસાય તેવી રેન્જમાં હશે.
*મોડીફાઇડ ISO 20743 પદ્ધતિ પર આધારિત
**HeiQ, HeiQ વિરોબ્લોક અને વિરોબ્લોક ટ્રેડમાર્ક છે અથવા HeiQ મટીરિયલ્સ એજીનો રજિસ્ટર્ડ ટ્રેડમાર્ક છે.