એક રાષ્ટ્ર, એક મિશન અને એક રોકી ન શકાય એવા ડેરડેવિલ! આ રવિવાર તૈયાર થઈ જાઓ એન્ડપિક્ચર્સ- નયે ઇન્ડિયા કા બ્લોકબસ્ટર, જે તમારી સામે લાવશે તુફાનની, એક્શનપેક્ડ કમાન્ડો થ્રીનું પ્રિમિયર. ત્રણ ગણું એક્શન અને થ્રીલ, એક બહાદુર કમાન્ડો કરણ સિંઘ ડોગરા તેના દેશને બચાવવા માટે પાછો આવી ગયો છે. આ વખતે તેના દુશ્મનો ઘણા અને અલગ- અલગ છે, પણ મજબુત જુસ્સાની સાથે આ નિડર કમાન્ડો, તેની સામે આવતા એક કરતા વધુ અડચણોનો સામનો કરવા માટે તૈયાર છે. આદિત્યા ધાર દ્વારા ડિરેક્ટ આ મૂવીએ કમાન્ડો થ્રી ફ્રેન્ચાઈઝી છે, જે તમારી ટેલિવિઝન સ્ક્રીન પર એક થ્રિલિંગ વાર્તા અને એવું એક્શન લાવશે, જે તમે પહેલા ક્યારેય નથી જોયું! કમાન્ડો કરણ સિંગ ડોંગરાના પાત્રને આગળ વધારી રહ્યા છે, વિદ્યુત જામવાલ, તેની સાથે ભાવના રેડ્ડીના પાત્રમાં છે, અદા શર્મા અને અંગીરા ધાર બ્રિટીશ ઇન્ટેલિજન્સ ઓફિસર મલ્લિકા સૂદના પાત્રમા છે, અને ગુલશન દેવૈયા- બુરાક અન્સારી, નકારાત્મક પાત્રમાં છે. તો આ 21મી જૂનના રોજ સાંજે 8 વાગે તમારી જાતને તૈયાર કરી લો, કમાન્ડો કરણ સિંઘ ડોગરાનું ઉચ્ચ સ્તરીય એક્શન જોવા માટે.
આ ફિલ્મ અને તેના પાત્ર અંગે જણાવતા, ગુલશન દેવૈયા કહે છે, “મારે કંઈક ઉત્સાહિત અને કોમર્શિયલ કરવું હતું. કમાન્ડો 3ની સાથે, મને આ તક મળી અને એ પણ સ્વતંત્રતા મળી કે, હું મારા વિચાર મુજબ મારા પાત્રને કરી શકું. બુરાકના પાત્રમાં મેં મારો પોતાનો સ્પર્શ અને ઉચ્ચારણ ઉમેર્યા છે. તે સામાન્ય વિલન જેવો નથી, પરંતુ એવો છે, જે લક્ઝરીમાં ઉછેર્યો છે. ટેકનિકલી, તે ક્યારેય સામાન્ય રહ્યો નથી અને એવું અનુભવ્યું પણ નથી. મારી નજરથી જોઈએ તો, તેને ચમકવું છે અને તેને જે કર્યું તેના માટે ઇતિહાસ તેને યાદ કરે તેવું ઇચ્છે છે. જ્યારે મને ખબર પડી કે, તે લંડન સ્થિત છે અને સારું ભણેલો છે, ત્યારે મારે જે બાબત ધ્યાને રાખવાની હતી તે હતી, તેની બોલવાની સ્ટાઈલ અને તેની રિતભાત, જે મને લાગ્યું હતું કે એટલું જ મહત્વનું છે. આ ઉપરાંત મારે તેની સંવેદનશીલતાને પણ સમજવાનની હતી અને ડિરેક્ટરે જે વાર્તા મને કહી હતી તે સમજીને મારે મારું પર્ફોર્મન્સ તૈયાર કરવાનું હતું. સંપૂર્ણરીતે કહું તો, બુરાકનું મારું પાત્ર એક પડકારજનક હતું. એન્ડપિક્ચર્સ પર મૂવીના પ્રિમિયરની સાથે હું આશા રાખું છું કે, દર્શકો મારા વિચારો અને પ્રયત્નોને પ્રોત્સાહિત કરશે.”
તેની પ્રથમ ફિલ્મ વિશે જણાવતા અંગીરા ધાર કહે છે, “કમાન્ડો થ્રીએ બોલિવૂડમાં મારી પ્રથમ ફિલ્મ છે અને મારા પ્રવાસની શરૂઆત મેં આવી એક અવિસ્મરણિય અનુભવની સાથે કરી છે. કોઈ શક નથી કે, આ મૂવીમાં અત્યંત ઊંડાણપૂર્વકની દેશભક્તિ છે, ઉપરાંત તમે જેવું ઇચ્છો છે, એવી જ કંઈકવિશાળ વિચારસરણીને આ ફિલ્મ કવર કરે છે. એવી ઘણી એક્શનની ક્ષણો છે, જ્યાં તે દર્શકોને મૂવીમાં અમારી સાથે સાંકળે છે. હું મહિલાઓને સ્ક્રીન પર એક્શન સિકવન્સ પર્ફોર્મન્સ કરતી જોવાની મોટી ચાહક છું અને હું ખુશ છું કે, બોલિવૂડમાં મને આ પ્રકારના સીન કરવાનો મોકો મળ્યો. ભારતમાં દર્શકો હવે એવા મૂવી માટે તૈયાર થયા છે, જ્યાં ફક્ત મહિલાઓ બેકગ્રાઉન્ડનો હિસ્સો નથી, પરંતુ સમાંતર મહત્વનું પાત્ર ભજવે છે. તેઓ એક્શન અને ઉચ્ચ-સ્તરીય સ્ટંટ પણ સારી રીતે કરવા સક્ષમ છે. જો તમે ખરેખર એક્શનના ચાહકો હોય તો કમાન્ડો મૂવી તમારા માટે છે. તો, એક્શનથી ભરપૂર ફિલ્મને માણવા માટે જૂઓ એન્ડપિક્ચર્સ 21મી જૂનના રોજ.”
મૂવીમાં ટોચના એક્શન અંગે જણાવતા વિદ્યુત જામવાલ કહે છે, “હું આ અદ્દભુત એક્શન થ્રિલર ફ્રેન્ચાઈઝીનો હિસ્સો બનવા માટે અત્યંત ઉત્સાહિત છું. કમાન્ડો ફ્રેન્ચાઈઝીના દરેક મૂવીની સાથે અમારો હેતુ એક્શનમાં કંઈકને કંઈક વધારો કરવાનો તથા નવા સિકવન્સ અને સ્ટંટ રજૂ કરવાનો છે. પ્રથમ મૂવીમાં, અમે કલરિપયાટ્ટુનું એક ફોર્મ સ્ટંટ તરીકે રજૂ કર્યું હતું. બીજામાં પાત્રની માંગ અનુસાર તેમાં ઉમેરો કર્યો હતો, હવે કમાન્ડો થ્રીમાં અમે કલરિપયાટ્ટુનું વધુ એક ફોર્મ લઈને આવી રહ્યા છે, જેના માટે મારે થોડું પતલું થવું પડ્યુંહતું અને જરૂરી શારીરિક સુગમતા સાધવાની હતી.આ મૂવીમાં જાત, પાત અને ધર્મના મતભેદને ભૂલીને રાષ્ટ્રને એક કરવાની અને વધુ સારા આવતીકાલ માટે કામ કરવાની વાર્તા છે. આ એક અત્યંત સુંદર વાર્તા છે અને અમારા ડિરેક્ટર આદિત્યએ તેને દાર્શનિક એક્શનની સાથે અત્યંત અલગ વણાંક આપ્યો છે.
દેશમાં કંઈક મોટું થવાની આશંકામાં, મુંબઈ પોલિસ ત્રણ આતંકી શંકાસ્પદોને પકડે છે અને તેને કમાન્ડો કરણવીર ડોંગરાને આ કેસને ઉકેલવા માટે સોંપે છે. તેની તપાસમાં, કરણને ખબર પડે છે કે, આ આંતક પાછળનો સાચો વ્યક્તિ તો, લંડનમાં છે અને તે ત્યાંથી જ બધું સંચાલન કરે છે. આનો અંત લાવવા માટે ભારત સરકાર કરણની સાથોસાથ એક એન્કાઉન્ટર સ્પેશિયલિસ્ટ અધિકારી ભાવના રેડ્ડીને મોકલે છે. કરણની મદદ કરવા માટે બ્રિટીશ ઇન્ટેલિજન્સ અધિકારી મલ્લિકા સૂદ અને અરમાનને આ મિશન સોંપવામાં આવે છે. બીજી તરફ, બુરાક અન્સારી, જે આ બધાનો માસ્ટરમાઈન્ડ છે, તે યુવાનોને આંતકવાદ તરફ વાળવા તેમનું બ્રેઇનવોશ કરવા માટે જાણિતો છે, તે ભારતીય એજન્ટ્સ તેને પકડે તે પહેલા પોતાના સ્વાર્થી ઇરાદા માટે આ બધું જ કરી રહ્યો છેત્યારથી જ ઉંદર બિલાડીનો પકડદાવ ચાલુ થાય છે.