રિતિક રોશનની ક્રિશ ફિલ્મના આગામી ભાગ ઉપર કામ શરૂ

News KhabarPatri
By News KhabarPatri 1 Min Read

બોલિવુડના સૌથી લોકપ્રિય સ્ટાર પૈકી એક રિતિક રોશને હાલમાં કેટલીક નવી ફિલ્મો પર કામગીરી શરૂ કરી દીધી છે. પ્રાપ્ત અહેવાલ મુજબ વિતેલા વર્ષોના અભિનેતા અને રિતિક રોશનના પિતા રાકેશ રોશને હવે તેમની સફળ ફ્રેન્ચાઇઝ ક્રિશની આગામી ફિલ્મ પર કામગીરી શરૂ કરી દીધી છે. આ ફિલ્મ પર પ્રાથમિક કામ શરૂ કરવામાં આવ્યુ છે. પોતાના પિતાની ફિલ્મમાં કામ કરવા માટે રિતિક રોશન વર્ષ ૨૦૧૯ના અંત સુધી ફ્રી થઇ જાય તેવી શક્યતા છે. ત્યારબાદ આ મહત્વકાંક્ષી ફિલ્મ પર કામ શરૂ કરવામાં આવનાર છે. હાલમાં તે કેટલાક મહત્વકાંક્ષી પ્રોજેક્ટ ધરાવે છે. વોર પહેલા રિતિક સુપર ૩૦માં નજરે પડ્યો હતો. આ ફિલ્મ મેથેમેટેશિયન આનંદ કુમારની લાઇફ પર આધારિત હતી. હાલમા તે ટાઇગર શ્રોફ અને વાણી કપુરની સાથે વોર ફિલ્મમાં દેખાયો હતો. ક્રિશના નવા ઇન્સ્ટોલમેન્ટને લઇને તૈયારી હાથ ધરવામાં આવી ચુકી છે. વોર ફિલ્મને બોક્‌સ ઓફિસ પર મોટી સફળતા મળ્યા બાદ તે ચારેબાજુ ટોપ પર છે.

એવા અહેવાલ પણ છે કે તે કરણ જોહરની એક ફિલ્મમાં પણ કામ કરવા જઇ રહ્યો છે. ઉપરાત સંજય લીલાની એક ફિલ્મમાં પણ તે કામ કરવા જઇ રહ્યો છે. તેની બોલબાલા સૌથી વધારે છે. હાલમાં તે એશિયન બેસ્ટ મેન્સ તરીકે ફરી જાહેર કરવામાં આવ્યો હતો. તેની પાસે નવી ઓફર પણ આવી રહીછે.

Share This Article