ADVERTISEMENT
ADVERTISEMENT

અમદાવાદ

જ્યુરિખ સ્થિત સ્લીપીઝે સ્માર્ટ વોર્ડ શરૂ કરવા SMS હોસ્પિટલ સાથે જોડાણ કર્યુ

જ્યુરિખ સ્થિત મેડટેક સ્ટાર્ટઅપ સ્લીપીઝ (લિ.) એ તેની યુનિક ટેક્નોલોજીની રજૂઆત કરવા માટે એસએમએસ હોસ્પિટલ, અમદાવાદ સાથે જોડાણ કર્યુ છે, જે કોઈપણ સામાન્ય વોર્ડને સ્માર્ટ વોર્ડમાં અપગ્રેડ કરી શકે છે જેનાથી હોસ્પિટલમાં કોડ બ્લુની વહેલી જાણ થઈ શકે અને લોકોનુ જીવન બચાવી શકાય છે. કોડ બ્લુ, એ હોસ્પિટલના વોર્ડમાં કોઇ દર્દીની અચાનક સ્થિતિ બગડવા અંગેની એક તબીબી વ્યાખ્યા છે, જે જીવનને જોખમી ક્ષણ તરફ ધકેલી દે છે, તે દુનિયાભરમાં એક ગંભીર સમસ્યા છે. હોસ્પિટલોમાં આવા કિસ્સાઓમાં થતી મોટાભાગની મૃત્યુને સમયસર સારવાર આપીને અટકાવી શકાય છે. જો કે, હાલમાં મેન્યુઅલ મોનિટરિંગની પ્રક્રિયાઓ સાથે, આવી ઘટનાઓની સમયસર સૂચના મેળવવી ખૂબ જ પડકારજનક છે. સ્લીપીઝ આવી ઘટનાઓની વહેલી જાણ મેળવવામાં સક્ષમ બનવા માટે સ્માર્ટ મેડિકલ ડિવાઇસ અને એઆઇ સંચાલિત અલ્ગોરિધમનો ઉપયોગ કરે છે. જો દર્દીની તબિયત બગડવાનું શરૂ થાય તો ડૉક્ટરો અને નર્સને તેમના ફોન પર રિયલ-ટાઇમ ઇન્ફોર્મેશન મળે છે. નર્સ તાત્કાલિક રિસ્પોન્સ ટીમને સક્રિય કરી શકે છે અને આવી મૃત્યુને રોકવા માટે સમયસર પગલાં લઈ શકે છે. આ યુનિક ટેક્નોલોજીને અમદાવાદમાં લાવવા માટે સ્લીપીઝ અને SMS હોસ્પિટલે ભાગીદારી કરી છે. અને, માત્ર એક મહિનામાં, તેઓએ 191 સમયસર પગલાંઓ લઇને 58 દર્દીઓનો જીવ બચાવ્યો છે. આ સ્લીપીઝ વન+ ડિવાઇઝ, દર્દીના ત્રણ મહત્વપૂર્ણ સંકેતો - પલ્સ રેટ, બ્લડ ઓક્સિજન સેચ્યુરેશન અને શ્વસન દરનું નિરીક્ષણ કરે છે. આ માહિતીઓ એકસાથે ક્લાઉડ પ્લેટફોર્મ પર ટ્રાન્સમિત થાય છે, જે ફિઝિશિયન સાથે સ્લીપીઝ કેર (કાર્ડિયોરેસ્પિરેટરી ઇવેલ્યુએટર્સ) ટીમ દ્વારા 24x7 રિયલ-ટાઇમમાં એકત્રિત, મૂલ્યાંકન અને શેર કરવામાં આવે છે. દર્દીનું સ્વાસ્થ્ય બગડવાના કોઈપણ ચિહ્નોના કિસ્સામાં, ફિઝિશિયનને તરત જ એલર્ટ કરવામાં આવે છે. એસએમએસ હોસ્પિટલ સાથે ભાગીદારીનું નેતૃત્વ કરનાર સ્લીપીઝના ક્લિનિકલ ઓપરેશન મેનેજર ડૉ. રોશની શ્રીવાસ્તવે જણાવ્યું હતું. “સ્લીપીઝ વન+ એ સંપર્ક-રહિત રીતે શ્વસનને મોનિટર કરવા માટે વિશ્વનું પ્રથમ મેડિકલ રીતે CE IIa સર્ટિફાઇડ ડિવાઇસ છે. તે ઇન્ટિગ્રેટેડ SpO2 (ઓક્સિજન સેચ્યુરેશન) સેન્સર દ્વારા સંચાલિત છે અને સતત ડેટા અને ટ્રેન્ડ એનાલિસિસમાંથી સંપૂર્ણપણે નવી આંતદ્રષ્ટિ પ્રદાન કરે છે. અમારી સતત મોનેટરિંગ ટેક્નોલોજી હોસ્પિટલોને દર્દીઓને અગાઉ ક્યારેય ન હોય તેવી સારસંભાળ પૂરી પાડવામાં સક્ષમ બનાવે છે.” સ્લીપીઝ વન+ નો ઉપયોગ કરીને, કોઈપણ સામાન્ય બેડને સરળ અને સસ્તા દરે સ્ટેપ-ડાઉન આઇસીયુ અથવા એચડીયુ (હાઈ ડિપેન્ડન્સી યુનિટ)માં કન્વર્ટ કરી શકાય છે. આ ડિવાઇસ મહત્વપૂર્ણ પરિમાણોના સતત મોનેટરિંગ અને દર્દીઓના ડેટા આધારિત ટ્રાયિંગની જરૂરિયાતને સંબોધીને હોસ્પિટલો અને હેલ્થકેર કર્મચારીઓ પરના બોજને ઘટાડવામાં મદદ કરે છે. એસએમએસ હોસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. એમ.એમ. પ્રભાકરે જણાવ્યું હતું કે “સ્લીપીઝ વન+ એ અત્યંત ખર્ચ-અસરકારક અને અનુકૂળ ઉપકરણ છે અને હેલ્થકેરના ભવિષ્યને આકાર આપવાની ક્ષમતા ધરાવે છે. અમે સ્લીપીઝ સાથે આ યુનિક સોલ્યુશનને ભારતમાં લાવવા અને અમદાવાદ અને ગાંધીનગરના લોકોને સેવા આપવા માટે ઉત્સુક છીએ.’’ હેલ્થકેરનુ ભવિષ્ય બનાવીને લોકોના જીવનને સુધારવાની સ્લીપીઝનુ વિઝન પહેલેથી જ ઉલ્લેખનિય પરિવર્તન લાવી રહ્યુ છે. ડિવાઇસનો ઉપયોગ કરીને 307થી વધુ દર્દીઓને 7,776 કલાકથી વધુ સમય માટે મોનિટર કરવામાં આવ્યા છે, જેમાં માત્ર બે મહિનામાં 1,677થી વધુ લોકોનું જીવન બચાવી શકાયુ છે. સ્લીપીઝ તેના ઇનોવેશન દ્વારા હોસ્પિટલ અને ઘરમાં દર્દી-કેન્દ્રિત ડિસિઝ મેનેજમેન્ટ પ્રદાન કરવાના મિશન દ્વારા સંચાલિત છે. તે હવે ભારતીય હેલ્થકેર સિસ્ટમમાં નવીનતા લાવવા અને દેશના લાખો દર્દીઓના જીવનને પ્રભાવિત કરવા ભારતમાં પ્રવેશી રહી છે.

Read more

દુબઈ સ્થિત પ્રથમ અરેબિક કંપની ફોક્સ  ઇન્ટરનેશનલ એડવાઈઝરી માટે અમદાવાદમાં પ્રથમ ઓફિસ ખોલી

એશિયામાં, દુબઈ જે વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર છે અને વિશ્વનું નાણાકીય હબ, વૈશ્વિક રોકાણકાર...

Read more

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલની ઉપસ્થિતિમાં ગુજરાત મીડિયા એવોર્ડસ 2022 નું આયોજન અમદાવાદ

મીડિયા વેલ્ફેર ટ્રસ્ટ અને સન મીડિયા સર્વિસિસના સંયુક્ત ઉપક્રમે ગુજરાતના શ્રેષ્ઠ પત્રકારોને સન્માનિત કરવામાં આવનાર...

Read more

આર્ટ ગેલેરી અમદાવાદ ની ગુફા ખાતે એન.કે. પટેલ નું ફોટોગ્રાફ્સ પ્રદર્શન યોજાયું

અમદાવાદ શહેરમાં અમદાવાદની ગુફા ખાતે આર્ટ ગેલેરીમાં એન.કે.પટેલ ના ફોટોગ્રાફ્સ નું એક્ઝિબિશન યોજાયું હતું. એન....

Read more

રેમો ડિસોઝા દ્વારા અમદાવાદમાં સૌ પ્રથમ ડાન્સ એકેડેમી  હાઈ ઓન ડાન્સ  સ્ટુડીઓની શરૂઆત

ગુજરાતના સૌથી મોટા ડાન્સ પ્લેટફોર્મ માટેના દરવાજા આજે ખુલે છે કારણ કે "રેમો ડાન્સ સ્ટુડિયો...

Read more

અમદાવાદમાં યોગાસન સિનિયર નેશનલ ચેમ્પિયનશિપમાં મેડલ ટેલીમાં મહારાષ્ટ્ર અવ્વલ

ગુજરાતના સ્પોર્ટ્સ મિનિસ્ટર હર્ષ સંઘવીએ યોગાસનને રમત તરીકે પ્રમોટ કરવા રાજ્ય સરકારની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો...

Read more

અમદાવાદમાં આજથી યોગાસન સિનિયર નેશનલ ચેમ્પિયનશિપનો પ્રારંભ, 169 એથ્લેટ મેડલ માટે મેદાનમાં છે

સૌપ્રથમ યોગાસન સિનિયર નેશનલ ચેમ્પિયનશિપનો આજે અમદાવાદમાં ભવ્ય ઉદઘાટન સમારોહમાં પ્રારંભ થયો હતો. દેશભરમાંથી 169...

Read more
Page 111 of 425 1 110 111 112 425

Weather

Ad

ADVERTISEMENT

Login to your account below

Fill the forms bellow to register

Retrieve your password

Please enter your username or email address to reset your password.