ADVERTISEMENT
ADVERTISEMENT

મનોરંજન

વિચરતી વિમુક્ત જાતિ માટે કાર્યરત મિતલબેન પટેલના  પુસ્તક પર આધારિત ફિલ્મ “ભારત મારો દેશ છે” ને મળ્યા 6 એવોર્ડ્સ

અમદાવાદ:ઉમદા કાર્યકર મિત્તલબેન પટેલના પુસ્તક "સરનામાં વગરના માનવીઓ" પર આધારિત ગુજરાતી ફિલ્મ  "ભારત મારો દેશ છે" ને તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા યોજાયેલ "ગુજરાત સ્ટેટ એવોર્ડ્સ 2021" માં 6 એવોર્ડ્સ મળ્યા  છે. મિત્તલબેન હંમેશાથી વિચરતી વિમુક્ત જાતિ માટે કાર્યો  કરતાં આવ્યાં છે. આ જાતિના લોકો એક જગ્યાએથી બીજી  જગ્યાએ વિચરતા રહે છે, તેમની પાસે એ પણ પૂરાવો હોતો નથી કે તેઓ ભારતીય છે. મિત્તલબેને આ જાતિના લોકોની  વ્યથાઓ અને કથાઓ પોતાના પુસ્તકમાં રજૂ કરી છે અને આ સમગ્ર બાબત કવચ- કુંડળ મીડિયા પ્રોડક્શનના બેનર હેઠળ બનેલ  "ભારત મારો દેશ છે" ફિલ્મમાં ખૂબ જ સુંદર રીતે કંડારવામાં આવી છે. આ સુંદર વિષય- વસ્તુને લોકો સુધી પહોંચાડવાનું  કામ યુવા નિર્માતા ક્રિષ્ના શાહે કર્યું છે. ક્રિષ્ના શાહ સાથે તેમના પિતા  સંજય શાહ "જેકી" એ પણ આ ફિલ્મને યોગ્ય ન્યાય આપવા માટે ઘણું કાર્ય કર્યું છે. ઉપરાંત લેખન કાર્ય અને ફિલ્મનું દિર્ગદર્શન ભાવિન ત્રિવેદી દ્વારા કરવામાં આવ્યું છે. ફિલ્મમાં હિતુ કનોડિયા, ડેનિશા ઘુમરા, કૌશાંબી ભટ્ટ, મનિષા ત્રિવેદી, પ્રશાંત  બારોટ, રાજુ બારોટ વગેરે જેવા પ્રતિભાશાળી કલાકારોએ પોતાના અભિનયના ઓજસ પાથર્યા છે. ફિલ્મના દરેક કલાકારોએ પોતાના પાત્રને અદ્દભૂત ન્યાય આપીને સમગ્ર ફિલ્મને ખૂબ જ જીવંત  બનાવી છે. ઉલ્લેખનીય છે કે ફિલ્મ લોકડાઉન  સમયે બનાવવામાં આવી હતી અને ટૂંક સમયમાં જ OTT પ્લેટફોર્મ પર રજૂ થશે. ગુજરાત સરકાર દ્વારા આયોજિત ગુજરાત સ્ટેટ એવોર્ડ્સ 2021માં આ ફિલ્મ મહિલા સશક્તિકરણ અંગેની શ્રેષ્ઠ ફિલ્મ બની. આ માટે બેસ્ટ ફિલ્મ પ્રોડ્યુસરનો એવોર્ડ ક્રિષ્ના શાહને તથા ડિરેક્ટર ભાવિન ત્રિવેદીને શ્રેષ્ઠ દિર્ગ્દર્શક તથા મહિલા  સશક્તિકરણ અંગેના શ્રેષ્ઠ ફિલ્મ દિર્ગ્દર્શક એમ 2 એવોર્ડ પ્રાપ્ત થયા. ફિલ્મમાં મુખ્ય પાત્ર  ભજવનાર ડેનિશા ઘુમરાને પણ  મહિલા સશક્તિકરણ અંગેની ફિલ્મની શ્રેષ્ઠ અભિનેત્રી તરીકેનો તથા સહાયક અભિનેત્રી તરીકે મનીષા ત્રિવેદીને રાજ્ય  સરકાર તરફથી એવોર્ડ મળેલ છે. ઉપરાંત શ્રેષ્ઠ ડ્રેસ ડિઝાઈનર તરીકે કોસ્ચ્યુમ ડિઝાઈનર પૌરવી જોશીને એવોર્ડ એનાયત  કરાયો હતો. ફિલ્મના પ્રોડ્યુસર ક્રિષ્ના શાહે જણાવ્યું હતું કે,"સારી ફિલ્મ ક્યારેય સારી ટીમ વગર શક્ય નથી. તેથી ફિલ્મના પરદા પરના અને પરદા પાછળના એમ દરેક કલાકાર- કસબીઓ ખૂબ અગત્યના હોય છે. અમે અમારી ફિલ્મમાં વિચરતા સમુદાયના  લોકોના જીવનની વાતને ખૂબ જ સુંદર રીતે રજૂ કરી છે. આ ફિલ્મનો વિષય જ તેનું અત્યંત મહત્વનું પાસું છે. આ પ્રકારની  સંવેદનશીલ વિષય વસ્તુને લોકો સુધી પહોંચાડવી અત્યંત જરૂરી છે કે જેનાથી આપણા દેશના આ અભિન્ન સમુદાયના લોકોને વાચા મળે. અમે આ ફિલ્મ  બનાવીને એક ભારતીય  તરીકે ગર્વ અનુભવીએ છીએ." મિત્તલબેન પટેલે અનુભવેલા પ્રસંગો અને ઘટનાઓ તેમણે પોતાના પુસ્તકમાં રજૂ કરી છે અને આ આજ ઘટનાઓ ફિલ્મમાં નાટ્યાત્મક સંવેદનશીલ રીતે રજૂ કરાયા છે. ભારતીય સમુદાયમાં આ એક એવો સમુદાય છે કે પોતાનો ભારતીય હોવાનું અસ્તિત્વ માંગી રહ્યો છે અને ઘણાં વર્ષોથી રઝળપાટ કરી રહ્યો છે. અભણ અને પછાત દશામાં લાચાર રીતે જીવન જીવી રહ્યો છે. આ સમુદાયને મદદ કરવાનો સંદેશ આપતી ફિલ્મ એટલે "ભારત મારો દેશ છે."ફિલ્મ જે સમુદાય પર આધારિત છે તેમની મોટા ભાગની વસ્તી ગુજરાતમાં ઇડરમાં વસે છે તેથી આ ફિલ્મનું શૂટિંગ ઇડર ખાતે લાઈવ લોકેશનમાં જ કરવામાં આવ્યું છે, જેના માટે ત્યાંના ધારાસભ્ય અને કથાના નાયક હિતુભાઈ કનોડિયાએ ખૂબ મદદ કરી.વિચરિત સમુદાયના કચડાયેલા, અશિક્ષિત, બેરોજગાર, રઝળપાટ કરતાં માનવીઓ પ્રત્યે સહાનુભૂતિ દાખવી મદદ કરવાનો અને તે લોકો સમાજમાં સ્વમાનભેર ઊભા રહે તે માટે મદદ કરવાનો સંદેશ શહેરોમા રહેતાં શિક્ષિત લોકો સુધી પહોંચે તે આ ફિલ્મ થકી એક પ્રયાસ છે.

Read more

22 માર્ચના રોજ રિલીઝ થઈ રહેલ હિન્દી ફિલ્મ “What A Kismat”ના કલાકારો અમદાવાદની મુલાકાતે

મોહન આઝાદ નિર્દેશિત કોમેડી હિન્દી ફિલ્મ 'વોટ એ કિસ્મત' 22મી માર્ચે સમગ્ર ભારતમાં રિલીઝ થવાની છે. અમદાવાદ : 22 માર્ચ,...

Read more

ટીવી શો શ્રીમદ રામાયણની સીતા અભિનેત્રી પ્રાચી બંસલની પ્રથમ ફિલ્મ “The Lost Girl”નું ટ્રેલર લોન્ચ,

ટીવી સિરિયલ શ્રીમદ રામાયણમાં સીતાની ભૂમિકા ભજવી રહેલી અભિનેત્રી પ્રાચી બંસલ હવે લેખક, દિગ્દર્શક અને નિર્માતા આદિત્ય રાનોલિયાની સત્ય ઘટનાઓ...

Read more

‘ઉમરાવ જાન અદા: ધ વેસ્ટન્ડ મ્યુઝિકલ’ ઇતિહાસ રચશે, જેનું પ્રીમિયર અમદાવાદના એક ઓપન થિયેટરમાં યોજાયું હતું

ભારતમાં પ્રથમવાર 'ઉમરાવ જાન અદા: ધ વેસ્ટન્ડ મ્યુઝિકલ'નું પ્રીમિયર અમદાવાદના ઓપન થિયેટરમાં યોજાયું ઉમરાવ જાન અદા: ધ વેસ્ટન્ડ મ્યુઝિકલ જેમાં...

Read more

રોટરી ક્લબ ઓફ અમદાવાદ સુપ્રીમ દ્વારા સ્કૂલના નિર્માણ માટે ‘મ્યુઝિકલ કોમેડી શો વિથ સાઈરામ દવે’ લાઈવ કોન્સર્ટનું આયોજન થયું

કોન્સર્ટમાંથી જે ફંડ એકત્ર થશે તેનો ઉપયોગ સાણંદ તાલુકાની તેલાવ સ્કૂલના બાળકોના ઉજ્જવલ ભવિષ્ય નિર્માણમાં કરાશે. અમદાવાદના એસજી હાઇવે પર...

Read more

પ્રેક્ષકોની હૂંફ અને પ્રશંસા મને એક કલાકાર તરીકે મારી સીમાઓને આગળ ધપાવવા માટે પ્રેરિત કરે છે : રોનક કામદાર

અમદાવાદ: આર્કિટેક્ટમાંથી અભિનેતા બનેલા રોનક કામદારે ગુજરાતી સિનેમા અને થિયેટરની દુનિયામાં એકીકૃત રીતે  પોતાનું સ્થાન બનાવ્યું છે.  સ્ટેજથી રૂપેરી પડદા સુધીની તેની સફર અવિસ્મરણીય છે.  રોનક કામદારને  ગુજરાતી ફિલ્મ  ઇન્ડસ્ટ્રીના શાહરૂખ ખાન ચોક્કસપણે કહી શકાય. ચબુતરો, નાડીદોષ, ઇટ્ટા- કિટ્ટા, હરિઓમ હરિ, 21મુ ટિફિન કસુંબો જેવી  અવ્વ્લ કક્ષાની ફિલ્મોમાં પોતાના અભિનયના ઓજસથી  સૌને ચકિત કરનાર  રોનક કામદારને  તાજેતરમાં જ ગુજરાત  સ્ટેટ એવોર્ડ્સ 2024 ખાતે તેમની ફિલ્મ ચબુતરો માટે  માનનીય  મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના  વરદ હસ્તે જ્યુરી એવોર્ડ ફોર  બેસ્ટ એક્ટર 2022  અને ગુજરાતી આઇકોનિક ફિલ્મ  એવોર્ડ્સ 2023- જીફા ખાતે ફિલ્મ હરિ ઓમ હરિ માટે બેસ્ટ...

Read more

ગુજરાતી ફિલ્મો, કલાકારો, ડાયરેક્ટર, રાઈટરને સન્માન આપતો ભવ્ય ગુજરાતી ફિલ્મ એવોર્ડ એટલે GIFA 2023

GIFA 2023નો જાજરમાન એવોર્ડ સમારંભ તારીખ ૮ માર્ચ શુક્રવાર ના રોજ કર્ણાવતી યુનિવર્સિટી ખાતે યોજાઈ ગયો. GIFAની ભવ્યાતિભવ્ય રેડ કાર્પેટ,...

Read more
Page 2 of 372 1 2 3 372

Weather

Ad

ADVERTISEMENT

Login to your account below

Fill the forms bellow to register

Retrieve your password

Please enter your username or email address to reset your password.