આપણે સૌ પોતાનો નાનો કે મોટો બિઝનેસ કરતા હોઈએ છીએ, ઓન લાઈન કે ઑફ્લાઈન સર્વિસ કે પ્રોડકટ વેંચતા હોઈએ છીએ, આ સમયે ટેક્નોલોજી અને ઈ – બિઝનેસ ના યુગ માં અગ્રેસર રહેવા આ ત્રણ વસ્તુ ખાસ કરો.
1 – ડૉમિન લઇ અને વેબપેજ બનાવો
ડૉમિન ખુબજ જરૂરી છે કેમ કે તેના ઉપર થી તમારી ઓનલાઇન ઇમેજ બને છે. ડોમીન મુખ્યત્વે ડોટ કોમ અથવા તો ડોટ ઈન (ભારત માટે) વધુ પ્રચલિત છે અને તેના ઉપર થી તારે તમારું ઇમેઇલ આઈડી પણ ડૉમિન નામ સાથે બનાવી શકો છો. આજકાલ ડૉમિન એન્ડ હોસ્ટિંગ સાથે વેબસાઈટ બનાવવા માટે ઘણાજ ઓનલાઇન ટુલ્સ અવેલેબલ છે તેમાં તમે રૂપિયા 1200 થી લઇ અને 2000 સુધી માં સ્વમેળે સાદી વેબસાઈટ બનાવી શકો છો.
2 – વોટ્સએપ કે ઇમેઇલ દ્વારા ટચ માં રહો
કસ્ટમર રિલેશન ખુબજ મહત્વ નું પાસું છે, આપ આપના કસ્ટમરની યાદી બનાવી તેને ઇમેઇલ અથવા તો વોટ્સએપ ઉપર વાર તહેવાર, ઓફર અને ખાસ તો તેઓના જન્મદિન અને લગ્નદિન નિમિત્તે અભિનંદન પાઠવું તે ખુબજ કારગર સ્ટ્રેટેજી છે. આ પ્રક્રિયામાં ગ્રુપ ઇમેઇલ કે ગ્રુપ ચેટ બનાવી અને મેસેજ ના મોકલતા તેને વન ઓન વન મોકલવાથી એક પર્સનલાઈઝ ટચ પણ આવે છે.
3 – સોસીયલ મીડિયા પર અગ્રેસર રહો
આજકાલ સોશિયલ મીડિયા ખુબજ પ્રભાવી સ્ટ્રેટેજી સાબિત થઇ રહી છે ત્યારે તમે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટ્વીટર તથા linkedin ઉપર પ્રોફાઈલ બનાવી એકબીજા જોડે સિન્ક્રોનાઈઝ કરી સમય બચાવી અને અનેક લોકો સુધી પહોંચી શકો છો. સોશિયલ મીડિયા તમારી એક બ્રાન્ડ ઇમેજ પણ ઉભી કરશે અને ગ્રાહકોને પણ નવા પ્રોડક્ટ, સ્કીમ, ઓફર વગેરે માટે અપડેટ કરશે
ઉપરોક્ત વિવિધ ટેક્નિકલ સ્ટ્રેટેજીથી તમે તમારા બિઝનેસને એક આધુનિક આયામ અને પ્રગતિ આપી શકો છો.